ETV Bharat / state

સુરતમાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ 14 વર્ષના સગીરની પતિએ કરી ઘાતકી હત્યા - SURAT CRIME NEWS

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં 14 વર્ષના કિશોરની નિર્મમ હત્યા કરાઈ.

સુરતમાં સગીરની હત્યા
સુરતમાં સગીરની હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2025, 6:45 PM IST

સુરત: ઓલપાડના સાયણ ગામ ખાતે શંકાના વહેમમાં એક કિશોરની હત્યા થઈ છે. પાડોશી એ જ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં ભાગી ગયો હતો. ઘટનાને પગલે ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કિશોરની પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિએ 14 વર્ષના કિશોરની નિર્મમ હત્યા કરી નાખી. આરોપી વિજય વસાવા સવારના સમયે જ્યારે કિશોર તેના ઘરે આવ્યો હતો અને તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે આવેશમાં આવીને ચપ્પુ વડે હુમલો કરી દીધો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP આઈ.જે. પટેલ, ઓલપાડ પોલીસ મથકના PI સી.આર. જાદવ અને PSI એસ.એન. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો. આરોપીએ કિશોર પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ ફરાર થઈ ગયો હતો.

સુરતમાં સગીરની હત્યા (ETV Bharat Gujarat)

આરોપીને પકડવા પોલીસે બનાવી ટીમ
પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. આ ઘટનાએ સમગ્ર સાયણ પંથકમાં ભારે ચકચાર મચાવી છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસ આરોપીને પકડવા માટે વ્યાપક તપાસ કરી રહી છે.

પત્ની સાથે સગીરને વાત કરતા જોઈ છરીના ઘા માર્યા
ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી.આર જાદવે જણાવ્યું હતું કે, ઓલપાડના સાયણ ગામ ખાતે એક કિશોરની હત્યાની ઘટના બની છે. કિશોરના ઘરની બાજુમાં રહેતા વિજય વસાવાએ આ કિશોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વિજય ઘરે આવ્યો ત્યરે તેની પત્ની અને આ કિશોર સાથે ઉભા હતા જેને લઇને આડા સંબંધનો વહેમ રાખીને ઉશ્કેરાઈ જઈને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.

આ પણ વાંચો:

  1. મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : દાહોદમાં ટ્રક સાથે થઈ ટક્કર, 4 લોકોના મોત-8 ઘાયલ
  2. હવે કુરિયર મારફતે ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડવાનું ષડયંત્ર, કચ્છમાં પાર્સલમાંથી નીકળ્યા ગાંજાના પેકેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.