વડોદરા શહેરના કોંગ્રેસ અગ્રણીએ ખાસવાડી સ્મશાનમાં સમારકામ બાબતે નિષ્કાળજીને લઈ સ્મશાનની મુલાકાત લીધી - ઇલેક્ટ્રિક સ્મશાન
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની સારવાર દરમિયાન મોંતને ભેટનારાઓની અંતિમક્રિયા વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં આવેલ ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવે છે. તો બીજી તરફ ઉપયોગને લઈને સ્મશાનની સમારકામ થવું જરૂરી છે. પરંતુ, વારંવારની રજૂઆત બાદ પણ વહીવટી તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક ચીતાનુ કામ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા કોર્પોરેશન કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમારકામની પ્રક્રિયા હાથ નહીં ધરાતાં અમીબેન રાવત અને નરેન્દ્ર રાવતે મીડિયાને સાથે રાખી ખાસવાડી સ્મશાનની મુલાકાત લીધી હતી અને ખાસવાડી સ્મશાનમાં ઇલેક્ટ્રોનિક ચીતાની પરિસ્થિતિથી મીડિયા કર્મીઓને અવગત કરવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રોનિક ચીતામાં સર્જાયેલી ખામીઓને કારણે ટ્રોલીની મદદથી બોડીને ધકેલતી વખતે બોડી પડી જવાની ઘટના પણ બને છે. તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા નથી અને અન્ય ચીતાના પતરા પણ તૂટી ગયા છે. ચીતાનું વહેલીતકે સમારકામ થાય તેવી માંગણી કરી છે.