જામનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ - corona virus spread in gujarat
🎬 Watch Now: Feature Video
જામનગર: જામનગરમાં બે મહિલાના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક ઘાંચીવાડ તથા મસીતીયામાં સોસાયટીઓ સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાંચીવાડમાંથી ૨૦ જેટલા વ્યક્તિના કોરોના ટેસ્ટ જી.જી.હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે જેના રિપોર્ટ સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.