ધરમપુરમાં શાળા મર્જ કરવા મુદ્દે આદિવાસી સમાજે વિરોધ કરી મામલતદારને આપ્યું આવેદન - શાળા મર્જ કરવાનો નિર્ણય
🎬 Watch Now: Feature Video
વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં શાળાઓ મર્જ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં પ્રાથમિક શાળાઓમાં 30 કરતા ઓછી સંખ્યા હોય એવી તમામ શાળાઓને નજીકની શાળામાં મર્જ કરી દેવામાં આવે છે. આ કામગીરીનો ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારે ધરમપુર તાલુકાના સમસ્ત આદિવાસી એકતા પરિષદ અને સંગઠન મળીને રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ શહેરો કરતાં જુદી છે જેના કારણે જો 30 થી ઓછી સંખ્યા હોય એવી શાળા બંધ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને અન્ય શાળામાં જવા માટે એક થી બે કિલોમીટર પગપાળા જવું પડશે. જેથી અમે આ બાબતનો વિરોધ કરીએ છીએ.