શ્રાવણ માસ શરૂ થતાં જ આરોગ્ય વિભાગનું મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ - મીઠાઇની દુકાનમાં ચેકિંગ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શ્રાવણ માસનો પ્રારંભ આજથી થયો છે, ત્યારે લોકો મીઠાઈ અને ફરસાણ ખાવા માટે અલગ-અલગ દુકાનોમાં જતા હોય છે. પરંતુ કેટલાક મીઠાઈની દુકાનોવાળા મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ કરતા હોય છે અને લોકોની તબિયત ખરાબ થતી હોય છે અને આ કોરોના મહામારીમાં લોકોને તબિયત ખરાબ થાય તે પરવડે તેમ નથી. જેના લીધે આરોગ્ય ખાતાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઇની દુકાનમાં ચેકિંગ કર્યું છે. પરંતુ નવાઇની વાત એ છે કે ચેકિંગમાં લેવામાં આવતા મોટાભાગના નમૂના લેબ પરિક્ષણમાં પાસ થઇ જાય છે. મંગળવારના રોજ માધુપુરામાં તુલસી ગૃહઉધોગ, વસ્ત્રાપુરમાં સૌરાષ્ટ્ર ગાંઠિયા સેન્ટર, મણિનગરમાં રસના ફરસાણ એન્ડ સ્વીટમાર્ટ, નિકોલમાં મહાકાળી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, વટવામાં ધનલક્ષ્મી કિરાણા સ્ટોર્સ, સાબરમતીમાં રસીક મીઠાઇઘર અને ભૂયંગદેવમાં શિવશક્તિ સ્વીટ એન્ડ નમકીનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને સેમ્પલ લેવામાં આવ્યા છે.