સુરતના યુગલે બનાવી એક અનોખી કંકોત્રી, જુઓ વીડિયો... - special marriage card
🎬 Watch Now: Feature Video
સરકારી પેપર, કોર્ટ અને સંસદ બાદ હવે વેડિંગ કાર્ડમાં પણ રાફેલ... જી હા...આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં સામે આવી છે. જેમાં એક યુવરાજે પોતાના લગ્નની કંકોત્રીને રાફેલ થીમથી બનાવડાવી છે અને કંકોત્રીમાં રાફેલ વિશે માહિતી પણ આપવામાં આવી છે. તો સાથે જ લોકોને મોદી પર ભરોસો કરવાની વાત કરી છે. આ પત્રિકામાં રાફેલના ફોટા સાથે લખાણ કરવામાં આવ્યું છે કે, લગ્નમાં કોઈ પણ મેહમાનોએ ઉપહાર લાવવો નહીં ! અને જો તેઓ તેમને ઉપહાર આપવા જ માંગતા હોય તો 2019ની ચૂંટણીમાં મોદીને વૉટ આપી વિજય બનાવે ! તો આવો જાણીએ કોણ છે આ યુગલ ?
હિરાનગરી સુરતમાં રહેતો આ યુવરાજ વ્યવસાયે એન્જીનિયર છે. તો IITના કોચિંગ ક્લાસ ચલાવી દર વર્ષે 10 જેટલા વિદ્યાર્થીઓને IITમાં ભણવા માટે તૈયાર કરતો યુવરાજ પોતાના લગ્નની કંકોત્રીને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી યુવરાજ અને સાક્ષીના લગ્નની પીળા અને લાલા રંગની કંકોત્રીમાં ચર્ચિત રાફેલ ડીલ વિશે માહિતી છાપવામાં આવી છે. તમને થશે જ કે શું કોઈ આવું કરી શકે ખરા ? જી હા...પણ નરેન્દ્ર મોદીના પ્રશંસક યુવરાજે તો ભાઈ કાંઈ આવું જ કર્યું છે. જોકે તેમને તો પોતાના લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પર કોઈ પ્રશ્નો ઉભા ન થાય અને દરેક રાહેલથી ડીલથી જાણકાર કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. આવો જાણીએ યુવરાજ આ અંગે શુ કહે છે.
યુવરાજની સાથે તેમની અર્ધાગીની થનાર સાક્ષીએ યુવાનોના સારા ભવિષ્ય માટે માત્ર નરેન્દ્ર મોદી જ એક સારા નેતા હોવાનું જણાવ્યું હતું. આવો જાણીએ સાક્ષીનો કંકોત્રી બનાવડાવા પાછળનું કારણ...
આમ, પોતાના લગ્નની અનોખી રીતે કંકોત્રી છપાવડાવી યુવરાજ અને સાક્ષાએ પોતાના લગ્ન જીવને શરૂ થતા પહેલા જ એક યાદગાર ભેટ આપી છે. મોદીને સપોર્ટ કરતા 2019ની ચૂંટણીમાં મોદીને વિજય બનાવવા એક પ્રયત્ન પણ કર્યો છે. હવે જોવું એ રહ્યું કે, યુવરાજ અને સાક્ષીની આ કંકોત્રી આવનાર સમયમાં કેટલી અસરદાયક નિવળશે.