પેટ્રોલમાં લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો થતા સુરતના લોકોમાં રોષ - ETV bharat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7631347-335-7631347-1592239016605.jpg)
સુરતઃ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરતા શહેરમાં લોકો રોષે ભરાયા છે. છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાવ વધારો થતાં સુરતની પ્રજાએ ETV ભારતને આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે, સતત વધતા જતા ભાવવધારાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકડાઉનને કારણે લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતા લોકોને બેવડો આર્થિક ફટકો પડ્યો છે.