સાંસદ પૂનમ માડમે આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે યોજ્યો પરિસંવાદ
🎬 Watch Now: Feature Video
જામનગર: આયુષ્માન ભારત કેન્દ્ર સરકારની ગરીબો માટેની આરોગ્ય સેવાને એક વર્ષ પૂર્ણ થતા જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખુબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સાથે સાંસદ પૂનમ માડમનો પરિસંવાદ યોજાયો હતો. સાંસદ પૂનમ માડમના ઘરે મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચ્યા હતાં. જ્યાં તમામ લાભાર્થીઓના સાથે પરિસંવાદ યોજાયો હતો. જે લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે, તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. હૃદય ફેફસાં તેમજ લીવર સહિતની બીમારીઓથી પીડાતા લાભાર્થીઓએ રૂપિયા 2-2 લાખ સુધીની વિનામૂલ્ય સહાય યોજના મારફતે આપવામાં આવી હતી અને તેમાંથી મોટાભાગના લાભાર્થીઓએ હાલ સ્વસ્થ બની ગયા છે.