ETV Bharat / state

'મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા' સુરતમાં અસ્થિર મગજના યુવકે હાથમાં ચાકુ લઈ મચાવ્યો હંગામો

એક હાથમાં ચાકુ લઇને યુવકે પથ્થરો ઉપાડીને બસો પર તેમજ લોકો પર પથ્થર મારવાનું શરૂ કરી દેતા તરત 100 નંબર પર જાણ કરવામાં આવી હતી.

યુવકે કહ્યું  મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા
યુવકે કહ્યું મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 7:02 AM IST

સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સરોલી બ્રિજ નીચે એક યુવકે હાથમાં ચાકુ લઇને હંગામો મચાવ્યો હતો. અસ્થિર મગજનો લાગતો આ યુવક વિસ્તારમાં ફરી રહ્યો હતો, ત્યારે ત્યાં ઉપસ્થિત બસ ચાલકોએ તેની પુછપરછ કરી હતી. પોતાની પત્ની અને બાળકોને મારી નાખ્યા હોવાની વાત કરી રહેલો આ યુવકે અચાનક આલુપુરીની લારી પર જઇને ત્યાંથી ચાકુ હાથમાં લઇને બસચાલકો પર હુમલો કરી દીધો હતો.

હિંસક થઇને ભાન ભુલેલો યુવક: તમને જણાવી દઈએ કે, સદનસીબે આ હુમલામાં કોઇને ઇજા થઇ ન હતી. એક હાથમાં ચાકુ લઇને આ યુવકે ત્યારબાદ પથ્થરો ઉપાડીને બસો પર તેમજ લોકો પર પથ્થર મારવાનું શરૂ કરી દેતા તરત 100 નંબર પર જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરાતા જ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના એએસઆઇ બચુભાઇ ગામિત ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને આ હિંસક થઇ ગયેલા અસ્થિર મગજના યુવકને પકડી પાડવાની કોશીશ કરી હતી. જો કે હિંસક થઇને ભાન ભુલેલા યુવકે પોલીસકર્મીનો દંડો છીનવી લીધો હતો અને પોલીસ પર જ હુમલો કરવા લાગ્યો હતો.

હાથમાં ચાકુ લઇને યુવકે પથ્થરો ઉપાડીને બસો પર તેમજ લોકો પર પથ્થર મારવાનું શરૂ કર્યું (Etv Bharat Gujarat)

યુવકે કહ્યું- 'મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા': લાંબા સમય સુધી પોલીસ જવાનો આ યુવકને ચાકુ અને દંડો મુકી દેવા માટે સમજાવતા રહ્યા, પરંતુ યુવક સમજી શકે તેવી અવસ્થામાં જ લાગતો ન હતો. વારંવાર એ કહી રહ્યો હતો કે, મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા છે. મહામુશ્કેલીઓથી પોલીસે આ હિંસક યુવકને પકડી પાડવામાં સફળતા મેળવી હતી અને પીસીઆરમાં બેસાડી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

યુવક ઉત્તરપ્રદેશનો રહેવાસી: જહાંગીર પૂરા પોલીસ મથકના પીઆઈ દશરથ રબારી તરફથી મળતી માહિતી મુજબ, આ યુવકનું નામ પ્રકાશ સિંહ છે અને તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. આ યુવક અંજનીમાં કામ કરતો હોવાનું કહે છે. પોલીસે યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરી કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલા આશીર્વાદ માનવ મંદિર ખાતે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો:

  1. જીજાજીની આ વાતનું લાગ્યું માઠું, 'સાળાએ જ બનેવીના ઘરમાં કરી લાખોના સોનાની ચોરી'- સુરત પોલીસ
  2. વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં પોલીસે માનીતી પુત્રી અને તેની માતાને ભાવનગરથી પકડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.