ETV Bharat / state

અમરેલી જિલ્લામાં હાઈવે પર સાવજોની લટાર, હાઇવે પર 2 સિંહ જોવા મળ્યા - LIONS VIDEO

અમરેલીમાં વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાફરાબાદ તાલુકાના કાગવડર ગામ પાસે હાઇવે ઉપર લટાર મારતા 2 સિંહનો વીડિયો વાયરલ થયો છે.

અમરેલીમાં રાત્રિ વોક પર નીકળેલા 2 સિંહનો વીડિયો થયો વાયરલ
અમરેલીમાં રાત્રિ વોક પર નીકળેલા 2 સિંહનો વીડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 8:59 AM IST

અમરેલી: જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. તો સાથે જ અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં સિંહનો સામ્રાજ્ય છે. સૌથી વધારે ગીર પંથકમાં સિંહ જોવા મળતા હોય છે, ત્યારે રાત્રિના સમયે શિકાર કરવા સિંહ ગ્રામીણ વિસ્તાર અને જંગલ વિસ્તારની અંદર જતા હોય છે. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે નેશનલ હાઈવ ઉપર લટાર મારતા સિંહ કેમેરામાં કેદ થયા હતા.

અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ પાસે હાઇવે ઉપર શિકારની શોધ માં 2 સિંહ નીકળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

અમરેલીમાં રાત્રિ વોક પર નીકળેલા 2 સિંહનો વીડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat)

રાજદીપસિંહ ઝાલા ડી.સી.એફ એ નાગરિકોને જણાવ્યું છે કે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ જંગલ વિસ્તાર અને વન વિસ્તારમાંથી પસાર થતા હોય છે. જે સમયે પ્રવાસીઓ કોઈપણ પ્રકારનો પ્લાસ્ટિક કે ઘન કચરો જંગલમાં ન નાખે તેમજ જંગલ વિસ્તારની અંદર હરણ તેમજ પશુ પક્ષી અને અન્ય જનાવરને કોઈપણ પ્રકારનો ખોરાક ન નાખવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

  1. 'મારી પત્ની અને બાળકોને મારી નાખ્યા' સુરતમાં અસ્થિર મગજના યુવકે હાથમાં ચાકુ લઈ મચાવ્યો હંગામો
  2. અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.