ભારે વરસાદને કારણે ભરૂચના રસ્તા પાણી પાણી - Ankleshwar-Surat State Highway
🎬 Watch Now: Feature Video
ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. શહેરની કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થયો છે. ભરૂચના ફુરજા ચાર રસ્તા પર પાણી ભરાતાં ટેમ્પો તણાયી ગયો છે. રાતથી પડેલા વરસાદ ના પગલે ફુરજા, ચાર રસ્તા ના મુખ્ય માર્ગો પણ પાણી થઈ ગયા છે.અંકલેશ્વરના પીરામણ ગામ નજીક થી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થયો છે નેશનલ હાઇવે પરથી પીરામણ ગામને જોડાતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે.