રીક્ષા ચાલકો માટે યુનિફોર્મ ફરજિયાત કરતા વડોદરાના રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા મંગળવારના રોજ ઓટો રીક્ષા ચાલકોના યુનિફોર્મ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ઓટો રીક્ષા ચાલકોની ઓળખ થાય તે હેતુથી રીક્ષા ચાલકો માટે વાદળી કલરના એપ્રોનને યુનિફોર્મ તરીકે ફરજિયાત કરવામાં આવ્યા છે. જેને લઈ રાજ્યના ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બુધવારના રોજ વડોદરાના રીક્ષા ચાલકો ચડ્ડી પહેરીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને અનોખી રીતે વિરોધ કર્યો હતો અને અધિક કલેક્ટર ડી. આર. પટેલને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અમારા રોજગાર પર ગંભીર અસર થઈ છે. અમે અમારા બાળકોની ચડ્ડી પેન્ટ લાવી શકતા નથી. તો હજારો રૂપિયાના એપ્રોન ક્યાંથી લવાશે. વાદળી યુનિફોર્મ બનાવતા પહેલા ઓટો રીક્ષા ચાલકો માટે રાહત પેકેજ જાહેર કરવા અને જો માંગ સ્વીકારાશે નહીં તો અમે આ જાહેરનામાંનું પાલન નહીં કરીએ અને એક વર્ષની મુદ્દત આપો તેવી માંગ કરી હતી.