ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાના પરિસરમાં આવેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે આજે સોમવારે તેમણે અહીં મુલાકાત લીધી હતી.
આ મુલાકાત મહેસાણા જિલ્લાના વડનગરમાં તાના-રીરી ફેસ્ટિવલ 2024 એવોર્ડ સમારોહ પહેલા થઈ હતી, જ્યાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રેરણા શાળાની મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણ્યું અને તેમની સાથે અનૌપચારિક સંવાદ કર્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં જ્યાંથી શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની કુમાર શાળા-૧ ને " પ્રેરણા" સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવી છે. આજે આ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમની વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી. અહીં દેશના વિવિધ… pic.twitter.com/T3MQiojeKy
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 11, 2024
ભારતભરના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમના પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી કલાત્મક વસ્તુઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.