વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ - tauktae cyclone update
🎬 Watch Now: Feature Video
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર એરપોર્ટ પર હવાઇ નિરિક્ષણ કરવા માટે આવી પહોંચ્યા છે. અહીં એરફોર્સના ત્રણ હેલીકોપ્ટર પણ રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન પણ સમગ્ર સૌરાષ્ટ્રના હવાઇ નિરીક્ષણ માટે જશે. ભાવનગરમાં તૌકતે વાવાઝોડાના કારણે કેટલું નુક્સાન થયું છે તેનું નિરિક્ષણ કરશે તેમજ સમગ્ર ગુજરાતમાં કેટલું નુક્સાન થયું છે તેનું પણ નિરીક્ષણ કરવા જઇ શકે છે.