સાત દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં ડ્યૂટી કરી પરત ફરેલ નર્સનું રહીશો દ્વારા ભવ્ય સ્વાગત - hospital people welcome
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6998425-thumbnail-3x2-ahm.jpg)
અમદાવાદઃ કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે 24 કલાક ડ્યુટી કરનાર સફાઈ કામદારો, પોલીસ, તેમજ ડોક્ટરો પણ આ કહેરથી બચી શક્યા નથી. હાલત એવી થઈ છે કે, આ કોરોના વોરિયર તેમના ઘરે પણ જઇ શકતા નથી. કારણ કે ઘરે જાય તો તેમના ઘરવાળાને ચેપ લાગે એ બીકથી તેઓ જ્યાં છે ત્યાં જ રહે છે. ત્યારે અમદાવાદમાં કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સ સતત સાત દિવસ સુધી હોસ્પિટલમાં કામ કરી પેશન્ટની સેવા કરી ઘરે પાછા ફર્યા હતા, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું. વાસણા રિવરસાઇડ ફ્લેટમાં રહેતા અલકા શાહ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે વિચાર્યું પણ નહીં હોય કે તેમનું આ પ્રકારે સ્વાગત કરવામાં આવશે. પાડોશીઓએ તેમનો થાળી વગાડી અને તેમના પર ફૂલો વરસાવી સ્વાગત કર્યું.
Last Updated : May 1, 2020, 9:42 AM IST