ટ્રાફિક પોલીસની ગણપતિના માધ્યમથી ટ્રાફિક નિયમન માટેની સૂચના - Ganeshji
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4165245-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદઃ ભાદરવા મહિનાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગણપતિના તહેવાર પહેલાં ગણપતિના માધ્યમથી જ હેલ્મેટ પહેરવાની તેમજ સીટબેલ્ટ બાંધવાની સૂચનાઓના બોર્ડ પોલીસ ચોકી પર જ મુકવામાં આવ્યા છે.ટ્રાફિક પોલીસ દ્વારા આ સુંદર પ્રયાસ માટે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પોલીસની સુચનાઓનો અમલ પ્રજા ન કરી શકતી હોય તો ગણપતિ ભગવાનના માધ્યમથી પણ જો ટ્રાફિકના નિયમોનો અમલ કરે તો તે તેમના પોતાના તેમજ સમાજના સુરક્ષાને ધ્યાનમાં લઈને એક સારું પગલું ગણી શકાય છે.ગુજરાતની ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ આ ગણપતિ ભગવાનના પોસ્ટર અને બેનર દ્વારા પ્રજા માટે હિતલક્ષી આવ્યો હતો. તેને વાહનચાલકો દ્વારા પણ ખૂબ જ બિરદાવવામાં આવ્યો હતો.