ફિશરીઝ કચેરીનું અન્યત્ર સ્થળાંતર ન કરવા ખારવા ચિંતન સમિતિની માંગ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ વિસ્તારમાં મોટા ભાગના લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને માછીમારી ધંધા વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓ માટે ફિશરીઝ કચેરીની જરૂર પડે છે જે શહેરના મધ્ય વિસ્તારમાં જૂની કોર્ટ કંપાઉન્ડમાં આવેલી છે. જ્યાં માછીમારોના હક સહીત અન્ય કાર્યવાહી કરવામાં આવે છે અને આ કચેરી શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી હોવાથી માછીમારોને અનુકૂળ છે. પરંતુ, થોડા સમયથી આ કચેરી પણ અન્યત્ર સ્થળે શહેરની બહાર દૂર ખસેડવામાં આવશે તેવી વિગત મળતા ખારવા ચિંતન સમિતિ દ્વારા ફિશરીઝ કચેરીનું અન્ય કોઈ સ્થળે ન કરવા ફિશરીઝ પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, મત્સ્યોદ્યોગ સચિવ દેસાઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સહિત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.