જામનગર મહાનગરપાલિકા પ્રથમ વખત ટેક્નિકલ યુનિયને DMCને આપ્યું આવેદનપત્ર..જાણો કેમ? - મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video

જામનગર: મહાનગરપાલિકામાં ટેક્નિકલ યુનિયન દ્વારા DMCને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ટેક્નિકલ કર્મચારીઓને પ્રમોશન, ચાર્જ, ખાલી જગ્યામાં ભરતી વગેરે પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યુ છે. જામનગર મહાનગરપાલિકા ખાતે ટેક્નિકલ યુનિયનના કર્મચારીઓએ કાળી પટ્ટી ધરાણ કરી વિરોધ કર્યો હતો. એક મહિનામાં કોઈ નિર્ણય નહિ લેવાઈ તો વર્ક ટુ રુલ પ્રમાણે કામ કરાશે તેવી કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. જામનગર મહાનગરપાલિકામાં 150 જેટલી જગ્યા ભરવામાં ન આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મહાનગર પાલિકાના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઇ અવાર નવાર મહાનગરપાલિકામાં રજુઆત કરી હોવા છતા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે વિવિધ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. કોરોનાની મહામારીમાં આજે પણ કર્મચારીઓને 15 કલાક કામ કરવું પડે છે. જો કે, મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી.