જામનગર મહાનગરપાલિકા કમિશ્નરની ટીમ આવી એક્શનમાં, પાન ગલ્લા કરાવ્યા બંધ - કોરોના વાઈરસ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ ટીમ સાથે દુકાનો બંધ કરવા નીકળ્યા હતા. જામનગરના બેડી ગેટ અને સુપર માર્કેટ વિસ્તારમાં પાન મસાલાની દુકાનો બંધ કરાવવામાં આવી છે. જ્યારથી જામનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે ત્યારથી તંત્ર કડક એકશનમાં આવ્યુ છે. ખાસ કરીને પાન મસાલાની દુકાનો પર તેમજ ચા ની કિટલી પર લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે. બસ આ ભીડને ઓછી કરવા માટે મહાનગરપાલિકા કમિશ્નરની ટીમ એક્શનમાં આવી છે.