ખેડાના સ્ટેટ હાઇવે પર દબાણો અને વાહન પાર્કિંગને લઈને ભારે હાલાકી - Kheda State Highway
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5620307-thumbnail-3x2-kheda.jpg)
ખેડાઃ જિલ્લાના કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર દબાણો અને આડેધડ પાર્કિંગને લઈને અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર બંને સાઇડ અનેક દબાણો કરવામાં આવ્યા છે તેમજ રોડની બંને સાઈડ દુકાનો આવેલી હોવાથી આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. જેને લઇ પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર ભારે ટ્રાફિક સર્જાય છે. લોકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાય છે. જેને લઇ સ્થાનિક નગરજનો સહીત રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવે છે. ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે માર્ગો પરના દબાણો હટાવવા સહિત રોડ પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.