ગોંડલમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, રસ્તા પર પાણી પાણી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ - રાજકોટના સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી ટ્રાફિક જામ થઇ જતા લોકોને હાલાકી પડી હતી. બસ સ્ટેન્ડ પાસે રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી બસ સ્ટેન્ડથી ગુંદાળા ચોકડી સુધી દુકાનોની બહાર મોટા મોટા જાહેરાતોના બોર્ડ અને બીજી બાજુ મન ફાવે ત્યાં વાહનો પાર્કિંગ કરેલા જોવા મળે છે. રોજિંદા બપોરના સમયે અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે ગોંડલના બસ સ્ટેન્ડ પાસે દર્દીઓ ભરેલી 3 એમ્બ્યુલન્સ અને એક પોલીસ કાર ટ્રાફિકમાં ફસાઈ હતી. રોજિંદા ટ્રાફિકને લઈને સ્થાનિક દુકાનદારો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.