અમદાવાદ વટવા GIDC આગઃ 40 ટેન્કરોએ ચલાવ્યો પાણીના મારો, અંતે આગ આવી કાબૂમાં - આગ પર કાબૂ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના વટવા-વિઝોલ રેલવે ફાટક પાસે આવેલી કેમિકલ કંપનીઓમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ધડાકાઓ 5 કિલોમીટર સુધી સંભળાયા હતાં. ફાયરબ્રિગેડની 40 ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવવા પહોંચી હતી. ફાયરનો બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રગેડની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગમાં કોઈ પણ જાનહાની થવાના સમાચાર નથી.