કોરોના વાઈરસ ઈફેક્ટ: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક, લીધો મહત્વનો નિર્ણય
🎬 Watch Now: Feature Video
જામનગરઃ કોરાના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને જામનગર બાર એસોશિએશન તેમજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી 31 માર્ચ સુધી એટલે કે 3 સપ્તાહ સુધી જામનગરની કોર્ટમાં અર્જન્ટ કેસ જ ચાલશે. આ બેઠકમાં કોરોના વાઈરસ મહામારી સંબંધિત પક્ષકારો અને સામૂહિક રીતે એક જગ્યાએ એકઠા થવાનું ટાળવું, ટોળામાં ઊભા રહેવાનું ટાળવું તેમજ તમામ ધારાશાસ્ત્રીએ બાર એસોશિયેશન રૂમ અને કેન્ટીનનો ઉપયોગ કરવાનું ટાળવું વગેરે જેવા સૂચનો કરવામાં આવ્યા હતા.