Live: અમદાવાદથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ - AMIT SHAH ON GUJARAT TOUR
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2024, 12:03 PM IST
|Updated : Nov 19, 2024, 1:19 PM IST
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી. 19 મી નવેમ્બરનાં સવારે 11 વાગ્યે ગાંધીનગર દાંડી કુટીરનાં કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પોસ્ટ વિભાગનાં ટિકિટ પ્રદર્શનીમાં તેઓ હાજરી આપશે. ત્યાર પછી બપોરે 12 વાગ્યે દહેગામ ખાતેનાં RRU ખાતેનાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3 વાગ્યે હિંમતનગરનાં સાબર ડેરીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યાર બાદ સાંજે 4.30 કલાકે શેલા ખાતેનાં તળાવનાં બ્યુટિફિકેશનનાં ખાતમુહૂર્તમાં હાજર રહેશે. રાત્રે 10.30 કલાકે અમિત શાહ દિલ્હી પરત જવા રવાના થશે.
Last Updated : Nov 19, 2024, 1:19 PM IST