રથયાત્રા અંગે હજુ નથી મળી પોલીસ પરમિશન, ટ્રસ્ટીઓ અને મહંતોએ કરી હતી અરજી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથ યાત્રાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશનની અરજીને લઇ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળશે, જેના ભાગરૂપે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ જણાવ્યું કે આગામી 15 તારીખે સરકાર સાથે બેઠક કર્યા બાદ સરકારનાની દિશા નિર્દેશને આધારે રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. ખલાસી એસોસિએશનના પ્રમુખ મફતલાલ ખલાસીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે આ વખતે એક રથ ખેંચવા માટે થઈ 30થી 40 લોકોની જ નિમણૂક કરવામાં આવશે. રથયાત્રામાં ભક્તો કોઈ પણ જોડાઈ શકશે નહીં, ત્યારે ભક્તો રથયાત્રાનો લાઇવ પ્રસારણ ETV ભારતની એપ્લિકેશન ઉપર લાઇવ નિહાળી શકશે.