Accident in Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર શાક માર્કેટ પાસે મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત - અમદાવાદમાં ટ્રકચાલકની બેદરકારી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 24, 2022, 11:37 AM IST

અમદાવાદમાં હાટકેશ્વર શાક માર્કેટ પાસે દિનેશ યાદવ પત્ની સુશિલા યાદવ સાથે એક્ટિવા વસ્ત્રાલથી ઘર તરફ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રકે તેમના (Truck and Activa crash in Hatkeshwar) એક્ટિવાને અડફેટ (Accident in Ahmedabad) મારતા બંને રોડ પર પટકાયા હતા. જોતજોતામાં તો ટ્રકનું ટાયર સુશિલા યાદવ પર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે દિનેશ યાદવ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના મતે, ટ્રકચાલકને કોઈ કારચાલક સાથે અણબનાવ બન્યો હતો. એટલે તે કારચાલકનો પીછો કરતો હતો અથવા એવું પણ હોઈ શકે કે કારચાલક તેનો પીછો કરતો હતો. તેના કારણે ટ્રક પૂરઝડપે આવતી હતી. જોકે, પોલીસે ટ્રકચાલક સામે 304-એનો ગુનો નોંધ્યો હોવાથી લોકોએ ટ્રાફિક પોલીસ સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. જોકે, આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં ટ્રકચાલકની ગંભીર બેદરકારી (Truck driver's negligence in Ahmedabad) દેખાઈ આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.