સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મંડપ ડેકોરેશનના ગોધાઉનમાં લાગી આગ - ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13515866-thumbnail-3x2-.jpg)
સુરતના સરથાણા વિસ્તારમાં નહેરની ટચોટચ આવેલ મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગ (surat fire dept )ને જાણ કરતા કાપોદ્રા અને વરાછા ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પોહચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગ દ્વારા વધુ 4 સ્ટેશનોની ગાડી બોલાવવાની ફરજ પડી હતી. ફાયરના ઓફિસરો તથા સરથાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પોહચી ગયો હતો. આખરે કુલ 15 જેટલી ગાડીઓ આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.