ભરૂચના નહાર ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો અનોખો વિદાય સમારોહ યોજાયો - વિદાય સમારોહ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: જંબુસરના નહાર ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો અનોખો વિદાય સમારોહ યોજાયો હતો. ડી.જે.ના તાલે સાથે તેમની સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જંબુસર તાલુકાના નહાર ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા રામસિંહ એમ ગોહીલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો અનોખો વિદાય સમારોહ યોજાયો હતો. પોતાના ગામની શાળાના શિક્ષકને સન્માન આપવા ગ્રામજનો દ્વારા ડી.જે.ના તાલે ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે બાદ યોજાયેલા સન્માન સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.