સેલવાસમા વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમા દોડધામ - Dadra Nagar Haveli corona Update
🎬 Watch Now: Feature Video
સેલવાસઃ દાદરા નગર હવેલીમા સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સેલવાસની પદ્માવતી સોસાયટીમા નવા બે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમા દોડધામ મચી ગયી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પદ્માવતી સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે ડિક્લેર કરવામા આવ્યાં છે, તેમજ પદ્માવતી સોસાયટી અને આજુબાજુના વિસ્તારમા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. પ્રદેશમા કોરોના પોઝિટિવના કુલ 32
કેસ થયા છે. જેમાથી 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલમા 30 કેસ સક્રિય છે. કોરોના પોઝિટિવ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ કર્મચારીઓએ લોકોને સંક્રમણનો ભોગ ના બને તે માટે જરૂરી સૂચનો કરી સાવચેત રહેવા અપીલ કરી હતી.