હત્યા કે આત્મહત્યા..? દાદરા નગર હવેલીમાં ડોકમરડી ગામે કુવામાંથી મળ્યો યુવકનો મૃતદેહ - યુવક મૃતદેહ
🎬 Watch Now: Feature Video

સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી ગામમાં આવેલા સરકારી કુવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. દાદરા નગર હવેલીના ડોકમરડી ગામમાં પ્રભુ ફળિયામાં આવેલા સરકારી કૂવામાં એક યુવકનો મૃતદેહ તરતો જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પીપરિયા પોલીસે તાત્કાલિક ગામમાં આવી કૂવામાં તપાસ કરતા કૂવામાં એક મૃતદેહ તરતો હતો તેની ઓળખાણ કરતાં મૃતક યુવકનું નામ શંભુ ઝા હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. પોલીસે એક તરવૈયા ટીમને કૂવામાં ઉતારી મૃતદેહને બહાર કાઢી સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શંભુ ઝા ગામમાં આવેલા કિશોરભાઈની ચાલીમાં રહેતો હતો અને કંપનીમાં કામ કરતો હતો. જો કે કૂવામાં તેનો મૃતદેહ ક્યાંથી આવ્યો ? તેણે આત્મહત્યા કરી છે કે કોઈએ તેની હત્યા કરી છે? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.