CABનો વિરોધ: બિહારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકી સળગાવી - ગાંધી મેદાન પોલીસ સ્ટેશન
🎬 Watch Now: Feature Video
પટના: નાગરિકતા બિલની આગ બિહાર સુધી પહોંચી ચુકી છે. બિહારમાં ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકી સળગાવી દીધી હતી. સુધારેલા નાગરિકતા બિલનો બિહારમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ચોકીને સળગાવી દીધી હતી. નાગરિકતા બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ બિહારના પાટનગર પટનાના કારગિલ ચોક ખાતે પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી. ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષકનુું માથુ ફુટી ગયું હતુું. વિરોધ કરનારા પ્રદર્શનકારીઓએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન ઘણા પોલીસકર્મીઓ અને પત્રકારો પણ ઘાયલ થયા હતા.