વિદેશમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ અમદાવાદની હોસ્પિટલને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાન કર્યા - 100 oxygen concentrators to a hospital in ahmedabad
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની મોટાપાયે અછત સામે આવી હતી. ગુજરાત સહિત દેશભરમાં લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન તેમજ કેનેડાના ગુજરાત મુસ્લિમ એસોસિએશન દ્વારા અમદાવાદની અલ અમીન હોસ્પિટલને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ દાન કર્યા છે.