યૂપીઃ સંભલમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, બસ અને ટેન્કરની ટક્કરમાં આઠ લોકોના મોત - સંભલમાં અકસ્માત
🎬 Watch Now: Feature Video

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુરાદાબાદ- આગરા હાઇવે પર ચંદૌસીના ધનારી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર ગાઢ ધુમ્મસને કારણે ટ્રેક્ટર ટ્રોલીને ઓવરટેક કરતા સમયે બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ બસમાં 40 થી 42 લોકો સવાર હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.