UPના ગોન્ડા જિલ્લાની સરયૂ નદી બોટ પલટી, 1નું મોત તો અનેક લાપતા - ગોન્ડા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશઃ ગોન્ડા જિલ્લામાં આવેલી સરયૂ નદીમાં બોટ પલટી જતાં મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો હતો. તો કેટલાક લોકોનું મોત થઈ હોવાની આશંકા છે. અયોધ્યાથી રૂદૌલી તરફ આવતા આ ઘટના થઈ હતી. નાવમાં આશરે 30 લોકો સવાર હતા. જેમાંથી કેટલાંક લોકો લાપતાં છે. તો અત્યાર સુધીમાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. જે પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.