ધુમ્મસના કારણે જેસલમેરમાં સેનાના વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 જવાન સહિત 6 ઘાયલ
🎬 Watch Now: Feature Video
રાજસ્થાન: જેસલમેરમાં ધુમ્મસને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે સોનુ ગામ નજીક રવિવાર વહેલી સવારે આર્મીની ટ્રક અને ટર્બો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે. આ અકસ્માતમાં એક નાગરિકને પણ ઈજા પહોંચી છે. જેસલમેરના પશ્ચિમના વાતાવરણમાં આવેલા પલટાનાં કારણે ઠંડી અને ધુમ્મસનો ચમકારો રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. આ દરમિયાન ધુમ્મસના કારણે રવિવારે વહેલી સવારે જેસલમેરના સોનુ ગામ નજીક આર્મીની ટ્રક અને ટર્બો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 જવાન સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, સેનાની ઊભી ટ્રક ધુમ્મસને કારણે આછી દેખાતી હોવાથી સિવિલ ટર્બો ટ્રક પાછળથી ટકરાઈ ગઈ હતી. જે કારણે સેનાની ટ્રક સંપૂર્ણપણે પલટાઇ ગઈ હતી. અકસ્માતમાં સિવિલ ટર્બો ટ્રકને પણ ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ટર્બો ટ્રક ડ્રાઈવર અને 5 સૈન્ય જવાનોને ઈજાઓ પહોંચી છે, જેમને 108 એમ્બ્યુલન્સની મદદથી જિલ્લાની જવાહર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ સૈનિકોને આર્મીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ ત્યાં તેમની સારવાર ચાલુ છે. અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ સેનાના અધિકારીઓ અને પોલીસે હોસ્પિટલમાં પહોંચી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.