દિલ્હી ચૂંટણી પરિણામ વચ્ચે અમિત શાહનું પોસ્ટર ચર્ચામાં - Amit Shah's poster
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ હાલ સૌ કોઈ કેજરીવાલની જીતનો જશ્ન કરી રહ્યાં છે, ત્યારે બીજેપી કાર્યાલયની બહાર લગાવેલું પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પોસ્ટરમાં ગૃહપ્રધાન અમિત શાહની તસવીર છે. જેમાં લખ્યું છે કે, "હમ વિજય હોને પર અંહકારી નહીં હોતે, પરાજય હોને સે નિરાશ નહીં હોતે." આ પોસ્ટર લઈને અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે, ત્યારે BJP કાર્યર્તાઓ પોસ્ટર જૂનું હોવાનું જણાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે BJP પોતાની હાર પચાવી ન શકી હોવાની વાતો ટૉક ઓફ ધ ટાઉન બની છે.