Protest Rally of Asha workers : છોટાઉદેપુરમાં આશાવર્કરોની વિરોધ રેલી, વિરોધનો સૂર પ્રચંડ શા માટે છે તે જાણો - આશા વર્કરોને મહેનતાણું ન મળવાની સમસ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2022, 6:02 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

છોટાઉદેપુરમાં આશાવર્કર-ફેસિલેટર બહેનોએ જિલ્લા વિકાસ અધિકારીને (Asha workers Memorandum to DDO) આવેદન આપવા રેલી (Protest Rally of Asha workers) યોજી હતી. છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર અને ફેસિલેટર બહેનોને છેલ્લાં છ માસથી પગાર નથી મળ્યો. આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે અમે સરકારની આરોગ્ય વિભાગની દરેક યોજનાને ઘરે ઘરે જઇને લાગુ કરીએ છીએ. કામગીરીના બદલામાં સરકાર આશા વર્કર બહેનોને નજીવું મહેનતાણું ચૂકવે છે. એ પણ છેલ્લાં છ મહિનાથી(No remuneration to workers Issue) ચૂકવ્યું નથી. ચૂંટણીની કામગીરીનું મહેનતાણું ચૂકવ્યું નથી, પોલિયો રસીનું મહેનતાણું પણ ચૂકવ્યું નથી. એક વર્ષથી કોરોનાકાળમાં ઘરે ઘરે જઇનેે કરેલ કામગીરીનું insentive પણ ચૂકવવાનું (No remuneration to workers Issue) બાકી છે. આગામી 10માં મળવાપાત્ર મહેનતાણું અને insentive નહી ચૂકવવામાં આવે તો 8 માર્ચ "વિશ્વ મહિલા દિન" કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરી જિલ્લા પંચાયત કચેરીને ઘેરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીએ છીએ. તો જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે ગ્રાન્ટના અભાવે નાણાંની ચુકવણીમાં વિલંબ થયો હોવાનું જણાવી શક્ય એટલી ઝડપે તેમના નાણાં ચૂકવી દેવાશે તેવી ખાતરી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.