Porbandar Municipal Budget 2022: પોરબંદર જિલ્લા પંચાયત સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર - પોરબંદર નગરપાલિકા બજેટ 2022
🎬 Watch Now: Feature Video
પોરબંદર જિલ્લા પંચાયતના સભા(Porbandar District Panchayat) ખંડમાં આજે સામાન્ય સભા મળી હતી. જેમાં પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્યસભામાં જિલ્લાના વિકાસ કર્યોને મંજૂરીના ઠરાવ પસાર કરાયા હતા અને 384.40 લાખનું બજેટ (Porbandar Municipal Budget 2022)સર્વાનુમતે મંજુર કરાયું હતું. જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર દ્વારા શિક્ષણની ગુણવતા (Porbandar District Education Committee )સુધારણા માટે પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમની સુવિધા ઉભી કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. જેમાં શાળા દીઠ અંદાજે 8,000 થી 10,000 ખર્ચ થનાર હોય જેથી અંદાજિત જરૂરી ખર્ચની રકમ 8 થી 10 લાખની મંજૂરી અપાઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST