Talati cum Mantri Strike : તલાટીઓએ હડતાળના ત્રીજા દિવસે આ રીતે દર્શાવ્યો વિરોધ - તલાટીઓની માંગ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2022, 9:44 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરામાં પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી સાથે તલાટી કમ મંત્રીઓ (Talati cum Mantri Strike) દ્વારા મંગળવાર અચોક્કસ મુદતની હડતાળ (indefinite strike by Talatis) પાડવામાં આવી છે જેનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે વડોદરા તાલુકા પંચાયતની ઓફીસ ( Vadodara Taluka Panchayat Office) ખાતે રામ ધૂન કરી વિરોધ (Protest of Talatis)નોંધાવ્યો હતો.રાજ્યવ્યાપી હડતાળમાં 8,500 જેટલા રાજ્યના તલાટી કમ મંત્રીઓ છેલ્લા ત્રણ દિવસથી કામકાજથી દૂર રહ્યા છે. જેના પરિણામે રાજ્યના 18,700 ગામોનો વહીવટ ખોરવાઈ ગયો છે. તલાટીઓની મુખ્ય માંગ છે કે વર્ષ 2004 થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની પાંચ વર્ષની ફિક્સ નોકરી સળંગ ગણવા ઉપરાંત મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા, અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારૂં પરીક્ષા રદ કરવા પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવાની અને જો સોંપવામાં આવે તો વધારો આપવામાં આવે તેવી માંગ (Demands of Talatis)કરાઇ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.