Students Protest in VNSGU : 24000 વિદ્યાર્થીમાંથી ફકત 8000 પાસ! જૂઓ કેવા વિફર્યાં વિદ્યાર્થીઓ - Students Protest in VNSGU
🎬 Watch Now: Feature Video

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ (Students protest in Veer Narmad South Gujarat University) નોંધાયો હતો. બીકોમ સેમેસ્ટર 6 ના રીઝલ્ટમાં ગોટાળો થયો (Result of BCom Semester 6 Disarray ) હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો એટલું જ નહી રીઝલ્ટ પાછુ ખેચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કુલ 24 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ માત્ર 8 હજાર વિદ્યાર્થીઓ પાસ થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ તેમની માગણીને લઇને (Students Protest in VNSGU) આવેદનપત્ર પણ પાઠવ્યું હતું જેમાં રીઝલ્બીટ કોમ સેમ 6 પાછું ખેચવા સહિત પેપર ચેકિંગ ઓફલાઈન કરવામાં આવે, ઓછામાં ઓછા 30 દિવસના અંદર નવું રીઝલ્ટ જાહેર કરવામાં આવે. રીચેકિંગ અને એટીકેટીના ફોર્મની ફી પાછી આપવામાં આવે અને ખોટા પેપર ચેક કરનાર પેપર ચેકર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સની કાતોરીડીયાએ જણાવ્યું હતું કે . 24 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં માત્ર 8 હજાર વિદ્યાર્થીઓને જ પાસ (Only 8000 pass out of 24000 students) કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓે એક બે માર્ક્સ માટે રહી ગયા હોય તેઓને નાપાસ કરવામાં આવ્યા છે. VNSGU કુલપતિ પણ યોગ્ય જવાબ આપતા નથી. જો આ મામલે ન્યાય નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST