Rain in Dangs : ડાંગ જિલ્લામાં વરસાદના આગમન સાથે એક વૃદ્ધનું નીપજ્યું મૃત્યુ - Dangs Death in River Purna
🎬 Watch Now: Feature Video
ડાંગ : ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ (Rain in Dangs) તો અમુક ગામડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઇ તાલુકાના ખાતળ અને માછળી સહિત ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા આ વિસ્તારોને જોડતી પૂર્ણા નદીના (Death in River Purna) વહેણ તે જ ભણ્યા હતા. જેમાં જિલ્લાના વઘઇ તાલુકાના ખાતળ ગામના રાયા પવાર ઉંમર 60 તેમજ તેની પત્ની નાયાજી પવાર તેમના પાડા શોધવા જંગલમાં ગયા હતા. તે વખતે વૃદ્ધ ધરાયેલી ખોખરિયા આંબા ગામના ફાટક પાસે પરટી નામે ઓળખાતી જગ્યાએ પૂર્ણા નદીમાં ઉતરી એક કિનારેથી બીજા કિનારે જતા હતા. તે વેળાએ ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે આ વૃદ્ધ નદીના તે જ વહેણમાં ડૂબીને (Dangs Death in River Purna) મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ વઘઇ પોલીસની ટીમે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોટર્મ માટે તજવીજ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST