ભાવનગર: જિલ્લા મહાનગરપાલિકાના ICDS વિભાગના આંગણવાડી કાર્યકર કર્મચારી બહેનો દ્વારા મિલેટ પોષણ વર્ષ 2025 નિમિત્તે વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની અવનવી વાનગીઓ મિલેટમાંથી બનેલી જોવા મળી હતી. તેમાં આકર્ષણનું કેન્દ્ર એ હતું કે, અહીં એક વાનગી લાઈવ રજૂ કરવામાં આવી હતી. ચાલો જાણીએ.
ગુજરાતમાં દરેક ઘરમાં ઘઉં ખાવાની પ્રથા ચાલી રહી છે ત્યારે મિલેટનો ઉપયોગ વધારે થાય તે હેતુસરના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં આંગણવાડી કાર્યકર બહેનોએ રાગી બાજરી વગેરે જેવા મિલેટમાંથી બનાવેલી વાનગીઓને પીરસી હતી. જેમાં સરગવાનો હલવો, ખજૂરના લાડુ સહિત અનેક વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
200 જેટલી વાનગીઓ બહેનોએ રજૂ કરી: મહાનગરપાલિકાના દંડક ઉષાબેન બધેકાએ જણાવ્યું હતું કે, 'કુલ 200 વાનગી છે. તેમાં મિલેટમાંથી બનતી 100 વાનગી છે અને THRમાંથી બનતી 100 વાનગી છે. વિસરાઈ ગયેલી વાનગીઓ જેવી કે રાગી, બાજરી, કે જુવાર છે જે અત્યારે હાલમાં કોઈ વધારે ખાતા નથી. હવે તો બધા ઘઉં જ ખાય છેે.આપથી આપણે આઅ વિસરાયેલી વાનગીઓને ફરી જીવનમાં લાવવું તે આપણા વડાપ્રધાનનો ઉદ્દેશ્ય છે. આ ઉદ્દેશને સાર્થક કરવા માટે લોકોને મિલેટ વાનગીઓ તરફ વાળવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.'
સરગવાનો હલવો, ખજૂરના લાડુ આકર્ષણનું કેન્દ્ર: ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર પૂનમબેન વાઢેરે જણાવ્યું હતું કે, 'અત્યારે ખાસ કરીને રાગી, રાગીની ઈડલી અને સરગવાને જે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કારણ કે તેમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. સરગવાના પાનમાંથી બનેલ હલવો જે આજનું મુખ્ય આકર્ષણ છે. જુવારના THRમાં આપણે બાળકોને બહારના ખવડાવે છે એની સિવાય સરકારમાંથી THRના પેકેટ આપવામાં આવે છે. જેમાંથી બાળકો માટે આપણે સેરેલેક બનાવી છીએ. જે વાનગી પણ આજનું આકર્ષણ છે.'
મિલેટનો લાઈવ હાંડવો: મિલેટના લાઈવ હાંડવો બનાવનાર ઓઝા હેતલબેનએ જણાવ્યું હતું કે, 'મિક્સ મીલેટ કે જેમાં કાંગ, બાજરો, વેજીટેબલ્સ, આદુ મરચા નાખીને લીલી ચટણી સાથે હાંડવો બનાવવામાં આવે છે. આ બનાવવા માટે સૌથી પહેલા બધી દાળ કે મિલેટને પલાળવામાં આવે છે. તેમ દહીં કે છાશ નાખવામાં આવે છે જો તે ન નાખવું હોય તો લીંબુ નાખી પાંચ છ કલાક સુધી પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને દળીને એનું ખીરું બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ્સ નાખી તેને સ્ટીમ કરવામાં આવે છે અને આપણો હાંડવો તૈયાર.'
આ પણ વાંચો: