સુરત: ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી મેચ ભારત - પાકિસ્તાન વચ્ચે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શનના જોરે, પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમો પરાજય આપીને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં મળેલા પરાજયનો બદલો વાળ્યો હતો. આ સાથે જ ટૂર્નામેન્ટના વર્તમાન આયોજક પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર કરી દીધું છે. વિરાટ કોહલીની અણનમ સદી (100) રનના જોરે, ભારતે પાકિસ્તાનનું ફીંડલું વાળી દીધું હતું.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હજુ સુધી રમેલી પોતાની બંને મેચમાં કારમી રીતે હાર્યું છે. આગળની મેચ હવે પાકિસ્તાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાનું છે. ગ્રુપની અન્ય ટીમ ન્યૂઝીલેન્ડ આજે બાંગ્લાદેશ સામે ટકરાશે, જેને જોતા હવે પાકિસ્તાનનો સેમિફાઈનલમાં પ્રવેશ લગભગ અશકય બની ગયો છે. પાકિસ્તાને સેમીફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશ પર નિર્ભર રહેવું પડશે.

સુરતમાં ભારતની જીતની ઉજવણી:
ભારત - પાકિસ્તાન મેચ દરમિયાન સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળે છે. આજે પણ સૌ કોઈ મેચના દિવસે પોતાનું બધુ કામ છોડીને ટીવીની સમું બેસું જતાં હોય છે. એવામાં ભારતની પાકિસ્તાન સામે જીત મેળવતા જ દેશમાં ઠેર ઠેર ઉજવણી થઈ હતી. સુરતના બારડોલી ખાતે ક્રિકટ રસિકો મોડી રાત્રે એકઠા થયા હતા અને મેચની જીતની ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. લોકો એકબીજાને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા અને રસ્તા પર મોદી રાત્રે રેલી કાઢી ભારતની જીતની ઉજવણી કરી હતી.

મેચમાં ભારતના બોલરોનો દબદબો:
પાકિસ્તાને વિજય માટે ખડકેલા 242 રનના ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિવાના બેટ્સમેનોએ આક્રમક શરુઆત કરી હતી. સુકાની રોહિત શમાંએ આક્રમક ફટકાબાજી શરૂ કરીને ટીમને સારી શરુઆત અપાવી હતી. રોહિત 20 રને આઉટ થયો તે બાદ મેદાનમાં ઊતરેલા વિરાટ કોહલી અને શુભમન ગિલે પાકિસ્તાની બોલર્સને ચોમેર ફટકાર્યા હતા. શુભમન ગિલ 46 ૨ને આઉટ થયા બાદ મેદાનમાં ઊતરેલા શ્રેયસ ઐયરે પણ શાનદાર બેટિંગનું પદર્શન કરીને પાંચ બાઉન્ડ્રી અને એક સિકસરની મદદથી 52 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 111 બોલની પોતાની ઇનિંગમાં સાન બાઉન્ડ્રી ફટકારીને અણનમ 100 રન કર્યા હતા. કોહલીએ બાઉન્ડ્રી ફટકારીને પોતાની સદી પૂરી કરવાની સાથે ટીમને જીત અપાવી હતી.

પાકિસ્તાનના બેટ્સમેન ફરી સંધર્ષ કરતાં દેખાયા:
આ પહેલા ટોસ જીતીને ભારત સામે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની બેટ્સમેનો ફરીવાર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પરંતુ હાર્દિક પંડયાએ બાબર આઝમને આઉટ કરીને પાકિસ્તાનને પહેલો આંચકો આપ્યો હતો. પાકિસ્તાનની બેટિંગ ખૂબ જ ધીમી રહી હતી અને તેના બેટ્સમેનો રન બનાવતા સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનના બેટ્સમેનો પૂરી 50 ઓવર પણ રમી શક્યા નહોતા અને 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારતના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્કિદને બે વિકેટ મળી હતી. હર્ષિત રાણા, અશ્વર પટેલ અને રવીન્દ્ર જાડેજાના ખાતામાં એક-એક વિકેટ ગઈ હતી. ભારતીય બોલર્સમાં માત્ર મોહમ્મદ સામીને વિકેટ મળી નહોતી.

શમી બાંગ્લાદેશ સામે સૌથી શાનદાર પ્રદર્શન કરીને પાંચ વિકેટ લીધી હતી. પાકિસ્તાનની બેટિંગની વાત કરીએ તેના વતી સઉદ શકીલ અને સુકાની રિઝવાન જ સારી બેટિંગ કરી શકયા હતા. શકીલે સૌથી વધારે 96 બોલમાં પાંચ બાઉન્ડ્રીની મદદથી 62 રન કર્યા હતા. જયારે સુકાની રિઝવાને 77 બોલમાં 46 રન કર્યા હતા.
આ પણ વાંચો: