અમદાવાદમાં નવરાત્રી પહેલા જૂઓ ખેલૈયાઓની એક ઝલક
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: નવલી નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ (Navratri festival in Ahmedabad) જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કચ્છી, ભરવાડી અને ઢેબરી વર્કમાં ટ્રેડિશનલ ડ્રેસો સાથે ગરબાઓની તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષે નવી પાઘડી આવી છે, અને જે નવરાત્રિમાં સૌથી મોટુ આકર્ષણ રહેશે. (Ahmedabad Garba khelaiya preparations) વિશ્વભરમાં ગરવી ગુજરાતની ઓળખ એટલે ગરબા. ત્યારે હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં નવા નવા સ્ટેપ શીખીને નવરાત્રીની મજા માણવા (Navratri festival in Ahmedabad) તૈયાર થઈ ગયા છે. જેમાં ખાસ કરીને કોરોના મહામારીના બે વર્ષ બાદ ગરબાનું આયોજન થતું હોવાથી ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST