નર્મદામાં માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનો અભિષેક, ભરુચ જિલ્લામાં દૂધ વેચાણ બંધ
🎬 Watch Now: Feature Video
ભરૂચ જિલ્લામાં ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધ દૂધ બંધ એલાનને પગલે નર્મદામાં માલધારીઓ દ્વારા હજારો લીટર દૂધનો અભિષેક નર્મદા નદીમાં કર્યો હતો. માલધારી સમાજે દૂધના કેન સાથે રેલી સ્વરૂપે ઓસારા રોડ પર આવેલા હનુમાનજી મંદિરથી નીકળી ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર પાસે નદી કિનારે પહોચી દૂગ્ધાભિષેક કરી વિરોધ નોંધાવ્યો હતો. આજે 21 સપ્ટેમ્બરે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ ન ભરવાનું માલધારી સમાજના સંતોમહંતોએ એલાન આપ્યું હતું. જેને પગલે ભરુચ જિલ્લામાં માલધારીઓએ દૂધ વેચાણ બંધ રાખ્યું હતું. ભરુચ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી માલધારીઓ દૂધના કેન સાથે નર્મદા ચોકડી થઈ રેલી સ્વરૂપે નીલકંઠેશ્વર મંદિરે નદીકિનારે પહોંચ્યાં હતાં. જ્યાં ગરીબોને દૂધ આપવા સાથે નર્મદા મૈયાને હજારો લીટરનો દૂગ્ધાભિષેક કરી ઢોર નિયંત્રણ બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા કિનારે હજારો લિટર દૂધ અભિષેક માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં. Milk distribution suspended in Bharuch , Maldhari Community Strike on 21 September , Maldhari Samaj Protest in Bharuch , Laws on Stray Cattle , Consecration of milk in Narmada River Bharuch
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST