ગણેશજીની પ્રતિમા માટે દક્ષિણ ગુજરાતનું આ સ્થળ પહેલી પસંદ - Navsari Ganapati statue

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2022, 4:18 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

નવસારી જિલ્લામાં બનતી ગણેશ પ્રતિમાઓની માંગ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વધવા પામી છે. વર્ષોથી નવસારી આવતા બંગાળ કારીગરો વિશેષ પ્રકારની માટીનો ઉપયોગ ગણેશ પ્રતિમાઓ માટે કરતા હોય છે. ગણેશ મંડળોએ મોટી સંખ્યામાં મૂર્તિ બુક કરી અંતિમ દિવસે DJના તાલે પ્રતિમાઓ પોતપોતાના મંડળ સુધી લઈ જતા હોય છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષોથી બંગાળી કારીગરો નવસારી આવી શક્યા ન હતા. ત્યારે હાલમાં આ વર્ષે કોરોના કાબુમાં આવતા તહેવારોની ઝાંખપ દૂર થઈ છે. આ વખતે બંગાળી કારીગરોએ ભાતભાતની મૂર્તિઓ ઘડી છે. જેને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ગણેશ મંડળો નવસારી આવીને મૂર્તિ બુક કરાવી રહ્યા છે. વલસાડ, વાપી, ધરમપુર, સોનગઢ, વ્યારા, બારડોલી તેમજ સુરતના મોટાભાગના ગણેશ મંડળો નવસારીના બનતી ગણેશ મૂર્તિ પસંદગીનો કળશ ઢોળયો છે. idol Ganesh festival in Navsari 2022, Ganesh Chaturthi 2022, Navsari Ganapati statue, ganesha idol new design
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.