યોગીના રોડ શોમાં બુલડોઝર લઈને પહોંચ્યા ચાહકો
🎬 Watch Now: Feature Video
સુરત:ગુજરાતમાં ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. નેતાઓ માટે ગુજરાત એક પોલિટિકલ ટુરિઝમ બની ગયું છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(Uttar Pradesh Chief Minister Yogi Adityanath) ગુજરાતની મુલાકાતે છે. પાટીદારનો ગઢ ગણાતા વરાછામાં યોગી આદિત્યનાથનો રોડ શો યોજાયો હતો. સીએમ યોગીના ચાહકો રોડ શોમાં બુલડોઝર લઈને પહોંચ્યા હતા. સીએમ યોગીને જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો રોડ પર જોવા મળ્યા હતા. લોકોએ જય શ્રી રામ અને યોગી યોગીના નારા લગાવ્યા હતા. હજારોની સંખ્યામાં હાજર લોકો હાથમાં પુષ્પ લઇ યોગીની રાહ જોઈ રહ્યા હતા. એટલું જ નહીં ભીડમાં હજારોની સંખ્યામાં આવેલા લોકો યોગીની એક ઝલક કેમેરામાં કેદ કરવા માંગતા હતા. અનેક લોકોએ મોબાઈલની ટોર્ચ પણ ચાલુ રાખી હતી.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST