IPS પર પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં 100થી વધુ સામે ગુનો નોંધી 20ની અટકાયત - Gujarat communal riots
🎬 Watch Now: Feature Video
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક તરફ હિન્દુ અને બીજી તરફ મુસ્લીમ વસ્તી છે. અહીં બન્ને કોમના લોકો વર્ષોથી સાથે રહે છે, પરંતુ દિવાળીની રાત્રે એવુ કંઇક બન્યું કે, અચાનક બન્ને કોમના ટોળા સામ સામે આવી ગયા (Gujarat communal riots ) અને જોત જોતામાં બન્ને કોમના ટોળા વચ્ચે ભારે પથ્થર મારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની કે, શહેરની મોટા ભાગની પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઇ અને વણસી ઉઠેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રસ્તા ઉપર દૂર દૂર સુધી માત્ર પથ્થરો જોવા મળી રહ્યાં હતા. જેથી જે.સી.બીની મદદથી રસ્તા પરના પથ્થરો દૂર કરવામાં આવ્યાં હતા. તદઉપરાંત તોફાનીઓએ વાહનો સળગાવી દેતા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. આ મામલે પોલીસે બન્ને કોમના 20થી વધુ લોકો સામે ગુનો નોંધી કેટલાકની અટકાયત કરી છે. મોડી રાત્રે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન જે બિલ્ડીંગ પરથી IPS યશપાલ જગાણીયાના પગ પાસે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો (petrol bomb thrown on IPS Yashpal Jaganiya ) હતો. તેજ સ્થળેથી 20 જેટલા પેટ્રોલ બોમ્બ મળી આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST
TAGGED:
Gujarat communal riots