ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ, આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરના પ્રયાસો યથાવત
🎬 Watch Now: Feature Video
મુંબઈ નજીક ઉલ્હાસનગર કેમ્પ નંબર પાંચમાં આવેલા કચરાના સંગ્રહ કેન્દ્ર એટલે કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આજે ફરી એક વિશાળ આગ ફાટી નીકળી છે (fire break out in Dumping ground in Ulhasnagar )અને ઝેરી ધુમાડો 2 કિમીના અંતર સુધી ફેલાઈ રહ્યો છે જે અંબરનાથ સુધી જાય છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ 2 કિમી દૂરથી દેખાઈ રહી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. કહેવાય છે કે આ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે નજીકમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST