ETV Bharat / state

વાવ વિધાનસભા પેટા ચૂંટણી: વાવ બેઠક પર 70%થી વધુ મતદાન, ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ - VAV ASSEMBLY BY ELECTION POLL

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 70 ટકા મતદાન નોંધાયું છે.

આજે તમામ ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ
આજે તમામ ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ (ETV Baharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 11:09 PM IST

બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ સુઈગામ અને ભાભરના મતદારોએ એમના ધારાસભ્ય નક્કી કરી લીધા છે. જો કે 97 સંવેદનશીલ કેન્દ્રની સાથે 321 બુથ પર આજે મતદાન થયું હતું. જેમાં 169 ગામના 3.10 લાખ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. શાંતિપૂર્ણ માહોલમાં સાંજે છ વાગે EVMસીલ કરાયા હતા. જ્યારે અંદાજે 70% થી ઉપરાંત મતદાન થયું હતું અને તમામ ઇવીએમને પાલનપુરમાં આવેલી જગાણા કોલેજમાં રવાના કર્યા હતા.

કુલ 70 ટકા મતદાન થયું: વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારમાં 7:00 વાગેથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે છ વાગ્યા સુધી અંદાજિત 70% ઉપરાંત મતદાન થયું હતું. આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્રિપાંખીયો જંગમાં રસાકસી ભરી જોવા મળી હતી. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપુત અને અપક્ષમાં માવજીભાઈ પટેલ મેદાને ઉતર્યા હતા. અપક્ષના ઉમેદવાર માવજીભાઈ મેદાને ઉતરતા ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગડ્યું હતું.

આજે તમામ ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ (ETV Baharat Gujarat)

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. આજે ત્રણ લાખ દસ હજાર મતદારોએ મતદાન કરી તેમનું ભાવી ઇવીએમમાં સીલ કર્યું છે.વાવ વિધાનસભાના કુલ 179 ગામોના 321 બુથો પર આજે મતદાન થયું છે. સવારથી જ મતદાન મથક પર વહીવટી તંત્ર સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તમામ ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ
તમામ ઉમેદવારોના ભાવિ EVM માં થયા કેદ (ETV Baharat Gujarat)

ત્રીજી વખત વાવમાં હેટ્રીક- ગુલાબસિંહ: વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વહેલી સવારથી જ મતદાન મથક પર મતદારોની કતારો લાગી હતી. લોકો લોકશાહીના પર્વને ઉત્સાહથી ઉજવી રહ્યા હતા. ઉમેદવારોમાં પણ એક જીતની ખુશી જોવા મળી રહી હતી. જ્યારે સવારના સાત વાગ્યા થી એક વાગ્યા સુધી 39.12 ટકા મતદાન થયું હતું ત્યારે વાવ વિધાનસભા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને ઉમેદવારો મોરિખા પહોંચ્યા હતા તેમજ સામસામે મળતા હાથ જોડી રામ રામ કર્યા હતા. ગુલાબસિંહ 'ગુલાબ ખીલશે' એવુ કહીં હરખાતા નજરે પડ્યાં હતા. ત્રીજી વખત વાવમાં હેટ્રીક થશે જેવું ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું.

વાવ વિધાનસભા પેટા ચૂંટણી
વાવ વિધાનસભા પેટા ચૂંટણી (ETV Baharat Gujarat)

વાવ પેટા ચૂંટણીનું 23 નવેમ્બરે પરિણામ: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત વાવ ખાતે આવેલી લોકનિકેતન સંસ્થામાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યાં આવનારી 23 નવેમ્બર પરિણામના દિવસે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે, તેવું ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મતગણતરી કેન્દ્ર જગાણાથી જીત મેળવી વરઘોડો નીકાળી ભગવાન ધરણીધર ભગવાનના દર્શન કરીશ એવું વધુમાં તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. વાવ પેટાચૂંટણી: આદર્શ મતદાન મથકે પહોંચ્યા કલેક્ટર મિહિર પટેલ, મતદારો માટે કરાઈ હતી ખાસ સુવિધાઓ
  2. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારોમાં અનેેરો ઉત્સાહ... '80% થી વધુ મતદાન થશે'- ગેનીબેન ઠાકોર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.